ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. આ અંગે બેલ્જિયમ સુપ્રીમ
કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ અદાલતના પ્રવક્તા હેનરી વેન્ડરલિન્ડેને જણાવ્યું
હતું કે, કોર્ટ ઓફ કેસશને અપીલ ફગાવી દીધી છે. તેથી અપીલ કોર્ટનો નિર્ણય માન્ય રહેશે.
આ અપીલ કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને સમર્થન આપ્યું છે. તેને લાગુ કરવા યોગ્ય ગણાવી. ચાર
સભ્યોની ફરિયાદ પક્ષે 29 નવેમ્બર, 2024 ના રોજ જિલ્લા અદાલતના પ્રી-ટ્રાયલ ચેમ્બરના આદેશને
પણ સમર્થન આપ્યું છે. જેમાં મે 2018 અને જૂન 2021 માં મુંબઈની ખાસ અદાલત દ્વારા જાહેર કરાયેલ
ધરપકડ વોરંટને અમલમાં મૂકવા યોગ્ય ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરના રોજ એન્ટવર્પમાં અપીલ કોર્ટે 29 નવેમ્બર, 2024ના રોજ જિલ્લા
કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર દ્વારા જાહેર કરાયેલા આદેશોમાં કોઈ ખામીઓ મળી નહોતી. આ આદેશમાં મે
2018 અને જૂન 2021માં મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરન્ટને “લાગુ કરવા
યોગ્ય “જાહેર કર્યા હતા, જેનાથી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને મંજૂરી મળી હતી.
અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 13,000 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીને
ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તો નિષ્પક્ષ ટ્રાયલથી વંચિત કરવામાં અથવા દુર્વ્યવહારનો સામનો
કરવો પડશે નહીં. મેહુલ ચોક્સી પર આરોપ છે કે તેણે તેના ભત્રીજા નીરવ મોદી, તેની પત્ની અમી
મોદી અને તેના ભાઈ નીશલ મોદી સાથે મળીને ભારત સરકારની માલિકીની પંજાબ નેશનલ બેંકમાં
12,636 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.






