જાપાનમાં આજે વહેલી સવારે એક જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આજે સવારે જાપાનમાં ફરી એક ભૂકંપના કારણે ગભરાટ ફેલાયો હતો. જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય મુજબ સવારે 8:14 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
જાપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, શુક્રવારે દેશના ઉત્તરપૂર્વ ભાગમાં રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. નુકસાન વિશે તાત્કાલિક કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દરિયામાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેનાથી દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને દૂરના શહેરોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. તેની ઊંડાઈ 10.7 કિલોમીટર હોવાનું જાણવા મળે છે. ભૂકંપ દરિયાકાંઠાની નજીક આવ્યો હતો, અને તીવ્ર આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડવા લાગ્યા હતા.




