Sunday, February 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈન્ડિગો એરલાઈન્સે કસ્ટમ ડ્યુટી મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

મેઇન્ટેનન્સ માટે વિદેશમાં મોકલવામાં આવતા પાર્ટ્સ પર ડ્યુટી વસૂલવા મામલે કોર્ટનું શરણ લીધું

dharmendravaghela by dharmendravaghela
2025-12-13 12:23:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક અઠવાડિયા સુધી ફ્લાઇટ કેન્સલ થવાની સમસ્યામાંથી ઇન્ડિગો એરલાઇન બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિગો એક બીજી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જે કસ્ટમ ડ્યૂટી સાથે સંકળાયેલી છે. જેને લઈને તે દિલ્હી હાઈ કોર્ટ પહોંચી છે.
ઇન્ડિગો એરલાઇની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબલ એવિએશન લિમિટેડે વિમાનના એન્જિન અને પાર્ટ્સ પર લગાવેલ કસ્ટમ ડ્યૂટીના રિફંડને લઈને દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી છે. કંપનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, અમારી ઉપર એક જ વસ્તુ માટે બે વાર ટેક્સ લાદવામાં આવ્યો છે. આ ખોટું અને ગેરકાયદે પણ છે. ઇન્ટરગ્લોબલ એવિએશન લિમિટેડની આ અરજીને લઈને દિલ્હી હાઈ કોર્ટની ડિવીઝન બેંચે શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી.
હાઈ કોર્ટની સુનાવણી દરમિયાન ઇન્ડિગોના વકીલ વી. લક્ષ્મીકુમારને દલીલ કરી હતી કે, જ્યારે વિમાનના એન્જિન તથા અન્ય જરૂરી પાર્ટ્સને મેન્ટેનન્સ માટે વિદેશમાં મોકલવામાં આવે છે અને તેને ફરી પાછા ભારત લાવવામાં આવે છે, તો તેને નવી ખરીદી ગણી શકાય નહીં. તેમ છતાં કસ્ટમ વિભાગે તેને નવી આયાત ગણીને મોટી કસ્ટમ ડ્યૂટી વસૂલ કરી છે.
પોતાની દલીલમાં ઇન્ડિગોએ આગળ જણાવ્યું કે, કંપનીએ આ પાર્ટ્સને રી-ઇમ્પોર્ટ કરતી વખતે બેઝિક કસ્ટમ ડ્યૂટી પહેલીથી જ ચૂકવી દીધી હતી. આ ઉપરાંત, વિદેશમાં કરાવેલ મેન્ટેનન્સ એક સર્વિસની કક્ષામાં આવે છે. તેથી તેના પર રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ જીએસટી પણ ચૂકવવામાં આવ્યો છે. તેમ છતાં કસ્ટમ અધિકારીઓએ ફરીથી કસ્ટમ ડ્યૂટી લાદવાની માંગ કરી છે, આ ડબલ ટેક્સેશન છે.
વકીલ વી. લક્ષ્મીકુમારને કોર્ટની બેંચને જણાવ્યું કે, કસ્ટમ વિભાગની આ વસૂલાતને કસ્ટમ ટ્રિબ્યુનલ ખોટી જાહેર કરી ચૂકૂ છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું હતું કે, મેન્ટેનન્સ બાદ પરત આવેલા સામાન પર બીજી વાર કસ્ટમ ડ્યૂટી લગાવી શકાય નહીં. તેમ થતાં અધિકારીઓ દ્વારા રિફંડ આપવામાં આવ્યું નથી.

Tags: custom dutydelhi high courtindigo
Previous Post

H-1B વિઝા માટે તગડી ફી વસૂલવાનો ટ્રમ્પ વહીવટી તંત્રનો નિર્ણય ગેરકાયદેસર

Next Post

સંસદ પર હુમલાની આજે વરસી : પીએમ મોદી,રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહીદોને અર્પી શ્રધ્ધાંજલિ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

February 6, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

February 6, 2026
Next Post
સંસદ પર હુમલાની આજે વરસી : પીએમ મોદી,રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહીદોને અર્પી શ્રધ્ધાંજલિ

સંસદ પર હુમલાની આજે વરસી : પીએમ મોદી,રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહીદોને અર્પી શ્રધ્ધાંજલિ

ભાવનગરના સાંસદ અને રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન

ભાવનગરના સાંસદ અને રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.