વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનની ચાર દિવસની મુલાકાતે જવાના રવાના
થયા છે. મોદીની જોર્ડનની આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની ૭૫મી જયંતિ
નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની
રહેશે.
જોર્ડન સ્થિત ભારતના રાજદૂત મનીષ ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો તેમજ
આ વિસ્તાર માટે પણ મહત્વની બની રહેશે. વડાપ્રધાન કીંગ અબ્દુલ્લા સેકન્ડનાં આમંત્રણથી જોર્ડનની
મુલાકાતે ગયા છે. તેઓ 2018માં જોર્ડન આવ્યા હતા, પરંતુ તે માત્ર ‘ટ્રાન્ઝિટ વિઝિટ’ હતી. ભારત-જોર્ડન
તે સ્મરણીય બની રહે તેમ છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન અત્યંત વ્યસ્ત રહેશે. તેઓ તેમના
પ્રતિનિધિમંડળ સાથે જોર્ડનના રાજા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા તો કરશે જ પરંતુ તે પૂર્વે
બંને નેતાઓ મંત્રણા કરશે, જેમાં મધ્યપૂર્વની વિશેષત: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હિઝબુલ્લા અને સીરીયા
તેમજ ઈઝરાયલ-ઈરાન-સંઘર્ષ વિષે ચર્ચા કરશે તે સહજ અને સ્વાભાવિક છે. મોદી 15થી 16 ડિસેમ્બરના
જોર્ડન, 16થી 17 ડિસેમ્બરના ઇથિયોપિયા અને 17થી 18 તારીખે ઓમાનની મુલાકાત લેશે. આ ત્રણેય
દેશોના વડાઓ સાથે મોદીની બેઠક યોજાશે.






