Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં ખાનગી વિમાન તૂટી પડતા સાત લોકોના મોત નીપજ્યા

સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના

dharmendravaghela by dharmendravaghela
2025-12-16 12:13:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મેક્સિકોમાં એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી આશરે 5 કિલોમીટર અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે.
આ વિમાન મેક્સિકોના પ્રશાંત તટથી અકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઑર્ડિનેટર એડ્રિયન હર્નાંડેઝે જણાવ્યું કે, ‘વિમાનમાં આઠ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. અત્યાર સુધી સાત મૃતદેહો મળી આવ્યા છે, જોકે હજુ તપાસ અને રેસ્ક્યુની કામગીરી શરૂ છે.’
શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, પાઇલટ વિમાનને એક ફૂટબોલ મેદાન પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ, વિમાન પાસેની એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની મેટલ છતથી અથડાઇ ગયું હતું. ટક્કરની તુરંત બાદ ભીષણ આગ લાગી ગઈ, જેનાથી સ્થિતિ ગંભીર થઈ ગઈ.
સૈન માટેઓ એન્ટેકોના મેયર આના મુનિજે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આગના કારણે આસપાસથી આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી. તેઓ તપાસ કરી રહ્યા છે કે, વિમાનને શા માટે ઇમરજન્સી લેન્ડિંગની જરૂર પડી અને શું આ અકસ્માત ટેક્નિકલ ખામી, હવામાન કે માનવીય ભૂલને કારણે થયો હતો. તપાસ પૂર્ણ થયા પછી જ મૃતકોની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે.

Tags: mexicoplane crash
Previous Post

પાકિસ્તાન જ આતંકવાદનું વૈશ્વિક હબ

Next Post

Кракен: безопасность и доступ к даркнету в 2026

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post

Кракен: безопасность и доступ к даркнету в 2026

Discover the Multifaceted Features of Atomic Wallet

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.