રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે, બંને તરફથી હુમલા કરવામાં આવી રહ્યા છે. એવામાં આજે સોમવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનનાં પાટનગર કિવ પર એક મોટો હવાઈ હુમલો કર્યો હતો.
કિવ શહેરના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ તામામ શહેરીજનોને ‘આશ્રયસ્થાનોમાં રહેવા’ છુપાઈને રહેવા કહ્યું છે. ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ એપ પર લખ્યું, “એર ડિફેન્સ ફોર્સિઝ પાટનગરમાં કાર્યરત છે. શેલ્ટર્સમાં છુપાઈને રહો!”
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં રશિયાના હુમલાના દ્રશ્યો જોવા મળે છે.ખાર્કિવમાં પણ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ ગત શુક્રવારે ખાર્કિવ પર રશિયન મિસાઇલ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ યુક્રેને કરેલા ડ્રોન હુમલામાં રશિયાના સરહદી વિસ્તારોમાં બે લોકો માર્યા ગયા હતા.
નોંધનીય છે કે શનિવારે યુરોપ અને અન્ય સાથી દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની કિવની મુલાકાતે આવ્યા હતાં, આ દરમિયાન તેમણે યુક્રેનને સુરક્ષા અને આર્થિક સહાય આપવા અંગે અંગે ચર્ચા કરી હતી. સુરક્ષા સલાહકારોની મુલાકાત્ સમાપ્ત થયા બાદ રશિયાએ કિવ પર હુમલા હાથ ધર્યા છે.
નોંધનીય છે કે, રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ 2026વર્ષ શરુ થયું ત્યારથી અત્યાર સુધી યુક્રેને દરરોજ મોસ્કો તરફ ડ્રોન છોડી રહ્યું છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ પર આપેલી જાણકારી મુજબ રવિવારે મધ્યરાત્રિ સુધીમાં, રશિયન એર ડિફેન્સ સિસ્ટમે મોસ્કોમાં પર 57 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા, જેમાંથી સમગ્ર રશિયામાં કુલ 437 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતાં.
રશિયાના એક મીડિયા અહેવાલ મુજબ રશિયન એર ડિફેન્સ સિસ્ટમે ગત અઠવાડિયા દરમિયાન રશિયન પ્રદેશ અને ક્રિમિયામાં 1,548 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતાં.





