પંજાબના ભટિંડાના ગુરથડી ગામ નજીક આજે સવારે મુખ્ય માર્ગ પર ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગુજરાત પોલીસની એક મહિલા અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા છે. કારમાં સવાર ભટિંડાથી ડબવાલી જઈ રહ્યા હતા.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ અધિકારી અમિતા તેમજ અંકુશ, ભરત, ચેતન અને સતીશ ફોર્ચ્યુનર કારમાં ભટિંડાથી ગુજરાત જઈ રહ્યા હતા. કારની ઝડપી ગતિને કારણે ગુરથડી ગામ નજીક મુખ્ય હાઇવે પર કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી.આ ઘટનામાં કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ અધિક્ષક નરિન્દર સિંહે જણાવ્યું કે, પાંચેયના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.





