Thursday, January 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો

અમેરિકન સેફ્ટી ગ્રુપે અમેરિકાની સંસદમાં રજૂ કરેલ રિપોર્ટમાં બોઇંગ ૭૮૭ અગાઉથી જ ટેકનિકલ સહિતની ખામીઓ હોવાનો ઉલ્લેખ

dharmendravaghela by dharmendravaghela
2026-01-22 11:51:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના અમદાવાદમાં ગત 12 જૂનના રોજ થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના મહિનાઓ બાદ, અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે એક સનસનીખેજ રિપોર્ટ રજૂ કર્યો છે. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી નામના આ જૂથે દાવો કર્યો છે કે, દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ 787 વિમાન ક્રેશ થતાં પહેલાં પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું.
ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટીએ 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકન સંસદમાં એક રિપોર્ટ જમા કરાવ્યો છે. FASએ પોતાની તપાસમાં શોધી કાઢ્યું કે એર ઈન્ડિયાનો હિસ્સો બન્યા બાદથી જ આ વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી હતી. વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં નોંધપાત્ર ખામીઓ હતી. રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ગંભીર દાવાઓ પર બોઈંગે પ્રતિક્રિયા આપી છે. બોઈંગના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોનો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું.” જોકે, એર ઈન્ડિયાએ આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે. ઉલ્લેખનીય છે કે, AAIBએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત આપ્યા હતા.
FASએ પોતાના રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બોઈંગ 787 પ્રોગ્રામ તેના નિર્ધારિત સમય કરતાં 3 વર્ષ પાછળ ચાલી રહ્યો છે અને તેનું બજેટ અબજો ડોલર વધી ગયું છે. રિપોર્ટ મુજબ, 2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલિયરની ઘટનાઓ બની ચૂકી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી આપતાં રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિમાન 2011માં બનીને તૈયાર થયું હતું અને 28 જાન્યુઆરી, 2014ના રોજ તેને એર ઈન્ડિયાને સોંપવામાં આવ્યું હતું.

Tags: ahmedabad plane crashamerican aviation safety group
Previous Post

મૃત્યુનોંધ 21-01-26

Next Post

ભારતીય શેરબજારમાં ફરી તેજીનો માહોલ : બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં ૮૦૦ અંકનો વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં સાંસદના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી
તાજા સમાચાર

અમદાવાદમાં સાંસદના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી

January 22, 2026
દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
તાજા સમાચાર

દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

January 22, 2026
ડેડ ઇકોનોમીમાંથી અમેરિકાને મેં ઉગાર્યું : ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ડેડ ઇકોનોમીમાંથી અમેરિકાને મેં ઉગાર્યું : ટ્રમ્પ

January 22, 2026
Next Post
ભારતીય શેરબજારમાં ફરી તેજીનો માહોલ : બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં ૮૦૦ અંકનો વધારો

ભારતીય શેરબજારમાં ફરી તેજીનો માહોલ : બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં ૮૦૦ અંકનો વધારો

ડેડ ઇકોનોમીમાંથી અમેરિકાને મેં ઉગાર્યું : ટ્રમ્પ

ડેડ ઇકોનોમીમાંથી અમેરિકાને મેં ઉગાર્યું : ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.