ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. 2
એપ્રિલથી 30 જૂન, 2026 સુધીના સમયગાળા માટે વિવિધ પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને
ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) કામચલાઉ ધોરણે નાબૂદ કરવામાં આવી છે.
મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા 1 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 40થી વધુ
કેમિકલ પ્રોડક્ટ્સ પર હવે ઝીરો બેઝિક કસ્ટમ્સ ડ્યુટી લાગશે. આ રાહત લગભગ ત્રણ મહિના સુધી
અમલમાં રહેશે.
આ યાદીમાં બાંધકામ, ઓટોમોટિવ અને કન્ઝ્યુમર ગુડ્સમાં વપરાતા મુખ્ય કેમિકલ્સ સામેલ છે.
કેમિકલ્સમાં મેથેનોલ, એસિટિક એસિડ, ફેનોલ, સ્ટાયરીન, ટૌલિન ડાયસોસાયનેટ (TDI), અને
પોલીયોલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલિમર્સમાં PVC (પોલીવિનાઇલ ક્લોરાઇડ), ABS,
PET, અને ઇપોક્સી રેઝિન અને ઇન્ટરમીડિએટ્સમાં MEG (મોનોઈથિલિન ગ્લાયકોલ) અને PTA
(પ્યુરિફાઈડ ટેરેપ્થેલિક એસિડ)નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે માત્ર બેઝિક કસ્ટમ્સ
ડ્યુટીમાં જ મુક્તિ આપી છે. જો કોઈ ચોક્કસ દેશ કે પ્રોડક્ટ પર એન્ટિ-ડમ્પિંગ (Antidumping) કે
સેફગાર્ડ ડ્યુટી લાગુ હોય, તો તે પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ નિર્ણયથી સ્થાનિક બજારમાં
સ્પર્ધાત્મકતા વધશે. જોકે, અન્ય દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) હેઠળ જેમને પહેલેથી જ
ડ્યુટીમાં ફાયદો મળતો હતો, તેમની સરખામણીએ હવે અન્ય દેશોની આયાત પણ સસ્તી થતા સ્પર્ધા
વધુ તીવ્ર બનશે.
ભારત સરકારે દેશના ઉત્પાદન ક્ષેત્રને મોટી રાહત આપતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વૈશ્વિક
બજારમાં સપ્લાયની અછત અને વધતા જતા ભાવો વચ્ચે ઉદ્યોગોને ટકાવી રાખવા માટે સરકારે 40
જેટલા મુખ્ય કેમિકલ્સ અને પોલિમર્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) 30 જૂન, 2026 સુધી શૂન્ય
કરી દીધી છે.હાલમાં વૈશ્વિક સ્તરે લોજિસ્ટિક્સની સમસ્યાઓ અને સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી
કેમિકલ્સના ભાવ આસમાને છે. ભારત આમાંથી ઘણા કેમિકલ્સ માટે આયાત પર નિર્ભર છે. આ ૩
મહિનાના વિન્ડો પિરિયડ દરમિયાન ડ્યુટી હટાવવાથી સ્થાનિક ઉત્પાદકોનો લેન્ડેડ કોસ્ટ ઘટશે, જેનાથી
બજારમાં મોંઘવારી કાબૂમાં લેવામાં મદદ મળશે.



