સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જાેડતા પ્રોજેક્ટ ઘોઘા હજીરા રોરો ફેરીનું સંચાલન છેલ્લા સવા મહિનાથી બંધ હતું જેનો આજથી પુનઃ પ્રારંભ કરાયો છે. ફેરી સર્વિસ સંચાલક કંપની દ્વારા આજે સવારે ઘોઘાથી ૧૦ઃ૩૦ કલાકે હજીરા માટે વેસલ રવાના કરાયું હતું. જાેકે પૂર્વ જાહેરાત વગર જ આજથી આ ફેરી સર્વિસ પ્રારંભ કરાયો છે. આજે પ્રથમ દિવસ ટ્રાયલ રનના ભાગરૂપે ૫૦ ટ્રક અને ૧૫ જેટલા મુસાફરોનું વહન થયું હતું. ઘોઘા હજીરા વચ્ચે આજે જે જહાજ ચલાવ્યું તે નવું છે જેનું નામ વોયેજ એક્સપ્રેસ આપવામાં આવ્યું છે. નવા વેસલમાં ૫૦ મોટા ટ્રક, ૫૦ નાના ટ્રક, ૧૦૦ કાર તથા ૫૫૦ થી વધુ મુસાફરો વહન કરવાની ક્ષમતા હોવાનું જાણવા મળ્યું છે.