સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સોના જેવા દેખાતા સિક્કા મુગલ સમયના હોવાનું કઈ લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થયા હોવાની વિગતો સામે આવતા પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. જેમાં બે પુરુષ સહિત એક મહિલા હતી. પકડાયેલી ગેંગ પાસેથી પોલીસે નકલી 250 સોના જેવા દેખાતા સિક્કા સહિત 9 લાખનો મુદ્દા માલ કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે
સુરત પોલીસને અવારનવાર ફરિયાદ મળતી હતી આ ફરિયાદ આધારે સુરત પોલીસે વોચ ગોઠવી હતી જો કે આ આ ગેંગમાં બે પુરુષ સહિત એક મહિલા હતી જેવો એકબીજા અલગ અલગ દુકાન ઉપરથી દુકાનદારોને લલચાવી પોતાની માયાજાળમાં ફસાવી પોતાની પાસે રહેલ સોના જેવા દેખાતા સિક્કાઓ મુગલ સમયના હોવાનું જણાવી એક સોનાનો સાચો સિક્કો બતાવી વિશ્વાસમાં લઈ પોતાની પાસે રહેલ અને અન્ય સોનાના નકલી સિક્કા પધરાવી તેમની પાસેથી રકમ પડાવી લેતા હતા.
છેતરપિંડી કરતા હોવાની વિગતોના આધારે પોલીસે વોચ રાખીને મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં સચિન ખાતે રહેતા દીપક ઉર્ફે રમેશ હીરાલાલ શર્મા ,મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી અને હાલમાં સચિન ખાતે રહેતા શંભુ રૂપે શંકર મોહનભાઈ બગેલ તથા મહારાષ્ટ્રના જલગાવ ખાતેની વતની અને હાલ સચિન વિસ્તારમાં રહેતી નીતા ઉર્ફે ગીતા કનૈયા રાયની પોલીસે ધરપકડ કરી હતી જો કે આ લોકોની પૂછપરછ કરતા જ પોતે કરેલા ગુનાની કબુલાત કરી હતી. મુઘલ સમયના સોના જેવા દેખાતા નકલી 250 સિક્કા સાથે 9 લાખ રૂપિયા રોકડા કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલી ગેંગના ત્રણેય સભ્યોએ ભૂતકાળમાં કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.