દેશની રાજધાની દિલ્હીમાં કાયાપલટ કરવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, નવી સંસદથી લઈને રાજપથના રિનોવેશન સુધી અનેક કામો કરવામાં આવ્યા છે ત્યારે આજે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
આજથી રાજપથનું નામ પણ બદલાઈ જશે, અંગ્રેજોના કાળથી પ્રખ્યાત આ જગ્યા હવેથી કર્તવ્યપથના નામે ઓળખાશે. ત્રણ કિમીના સમગ્ર રસ્તાને કરોડોના ખર્ચે નવો રૂપ આપવામાં આવ્યો છે જેનું આજે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પીએમ મોદી માટે ડ્રીમ પ્રોજેક્ટ છે જેના એક હિસ્સાનું આજે લોકાર્પણ છે. આજે સાંજે સાત વાગે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને 28 ફૂટ ઊંચી, 65 મેટ્રિક ટન વજનની ગ્રેનાઇટથી તૈયાર કરાયેલ નેતાજીની મૂર્તિનું પણ અનાવરણ કરશે.
કેવો છે કર્તવ્ય પથ
કર્તવ્ય પથ ત્રણ કિમી લાંબો છે અને તેના પર 4,087 વૃક્ષો લગાવવામાં આવ્યા છે અને 114 સ્માર્ટ ઈન્ડિકેટર છે. 900થી વધારે લાઇટ્સ, 8 સુવિધા ખંડ પણ બનાવવામાં આવ્યા છે અને અહીં 987 થાંભલા છે જે કોન્ક્રીટથી બન્યા છે. આ સિવાય 6 પાર્કિંગ સ્થળ, 6 વેડિંગ ઝોન સહિત અનેક કામો કરવામાં આવ્યા છે અને વિકાસ કરવામાં આવ્યો છે.