વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સાયન્સ સિટીમાં સેન્ટર – સ્ટેટ સાયન્સ કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, 21મી સદીના ભારત માટે આ કોન્કલેવ ક્રાંતિ લાવશે. ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ જઈ રહ્યું છે.’
તેમણે આ પ્રસંગે કહ્યુ હતુ કે, 21મી સદીના ભારત માટે આ કોન્કલેવ ક્રાંતિ લાવશે. ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ જઈ રહ્યું છે. સાયન્સ સિટીને નવી દિશા મળશે. ભારત ગ્લોબલ ઇન્ડેક્સમાં હાલ 46મા ક્રમે છે. આપણે 81થી 46 નંબર પર આવ્યાં છીએ. ભારતમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનના કુલ 200 કરોડ ડોઝ લાગ્યાં. ભારતના વૈજ્ઞાનિકો કમાલ કરી રહ્યા છે. વિદ્યાર્થીને માતૃભાષામાં વિજ્ઞાનની સમજણ આપવી જોઈએ. ભારતમાં રિસર્ચ માટે નવા નવા સેક્ટર ખોલી રહ્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપની લહેર વિકાસ જણાવે છે.’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજિત સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે આ કોન્કલેવ ત્યારે 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ સહિત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપરાંત 250થી વધુ ડેલિગેટ્સ આ કોન્ક્લેવમાં જોડાયાં હતા. આવતીકાલે એટલે કે 11 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.