મહુવા અને ખૂટવડા પોલીસ મથકમાં દાખલ થયેલ જીવલેણ હુમલો અને આર્મ એકટના ચાર જેટલા ગુનામાં સંડોવાયેલ ભાવનગરના ઇન્દિરા નગરમાં રહેતા શખ્સને એલ.સી.બી.એ દેશી બનાવટની પિસ્ટલ અને ૩ કારતુસ સાથે ઝડપી લીધો હતો.આ શખ્સને પિસ્ટલ આપનાર ઉત્તરપ્રદેશના ઈસમ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.
મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો. કલમઃ-૩૦૭ વિગેરે તથા હથિયારધારાના કેસોમાં નાસતાં-ફરતાં આરોપી અર્જુન લાલાભાઇ ચૌહાણ રહે.ઇન્દિરાનગર,આખલોલ જકાતનાકા પાસે, ભાવનગરવાળાને એલ.સી.બી.એ ભાવનગરના કુંભારવાડા-નારી રોડ ઉપર આવેલ ખોડિયાર માતાનાં મંદિર પાસેથી ઝડપી લઈ તેના લોઅર ટ્રેકનાં કમરના ભાગે નેફામાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી પ્લાસ્ટીકનાં હાથામાં બંને બાજુ સોનેરી સ્ટાર લગાડેલ બે-બે સ્ક્રુથી ફિટ કરેલ બેરલની લંબાઇ-૧૮ સે.મી તથા હાથાની લંબાઇ-૯ સે.મી.ચાલુ હાલતની પિસ્ટલ કિ.રૂ.૫,૦૦૦, જીવતાં કાર્ટીસ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦તથા વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦ ગણી કુલ રૂ.૧૫,૩૦૦ નો મુદ્દામાલ તપાસ કબજે કર્યો હતો.
આ પિસ્ટલ તથા કાર્ટીસ તેણે એકાદ વર્ષ પહેલાં અનિરૂધ્ધ ઉર્ફે અનુ મલિક રહે.ભૌરા કલાન અથવા બહાવરી જી.મુઝફરનગર યુ.પી.વાળા પાસેથી લઇ આવેલ હોવાનું જણાવેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.