ગુજરાતમાં આગામી ૨૯મી સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી ૩૬મી નેશનલ ગેમ્સ આયોજીત થઇ છે. આ નેશનલ ગેમ્સની સાથે સાથે આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહી છે. આમ રમતોત્સવ અને રાસોત્સવ એકસાથે આવી રહ્યા છે. દેશનાં જુદા જુદા રાજ્યોના ખેલાડીઓ ગુજરાતની ગરબા-રાસની આ ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે તેવા આયોજન અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં કુલ આઠ જેટલા સ્થળોએ અલગ અલગ રમતો યોજાવવાની છે ત્યારે ખેલાડીઓને આવવા અને જવા માટે તકલીફ ન પડે એ માટે તમામ આઠ મહાનગરોમાં સ્પોર્ટસ ગ્રાઉન્ડની નજીકમાં આવેલી થ્રી અને ફાઇવ સ્ટાર હોટલોમાં ખેલાડીઓ તેમજ તેના કોચ, સ્પોર્ટ સ્ટાફ વગેરે રોકાશે. નેશનલ ગેમ્સ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જેના માટે પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશકુમારની નિમણૂક કરવામાં આવી છે. ૬ શહેરમાં અલગ અલગ ૈંછજી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગરમાં આ કમિટીનું નેતૃત્વ પૂર્વ મ્યુ. કમિશનર અને એસ.ટી. નિગમના ચેરમેન એમ.એ. ગાંધીને સોંપાયું છે.
રાજ્યમાં ૨૯ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન ૩૬મી નેશનલ ગેમ યોજાવાની છે. ગુજરાતનાં સાત મહાનગરમાં ૩૬ જેટલી રમતો માટે ૭૦૦૦ વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી
નેશનલ ગેમ્સમાં ભાવનગરના ફાળે ચાર ઇવેન્ટ: ૭૫૫ ખેલાડીઓ આવશે
રાજ્યમાં પ્રથમવાર યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન આગામી તા.૨૬ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં થનાર છે. ત્યારે ભાવનગરમાં નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે રમાડવામાં આવશે. ભાવનગર ખાતે ૩ સ્પોર્ટસની ૪ ઇવેન્ટ રમાડવામાં આવનાર છે. જેમાં નેટબોલ સ્પર્ધા ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર, બાસ્કેટબોલ ૩ બાય ૩ સ્પર્ધા ૧ થી ૩ ઓક્ટોબર, બાસ્કેટબોલ ૫ બાય બાય સ્પર્ધા ૧ થી ૭ ઓક્ટોબર, વોલીબોલ ૮ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે. તમામ સ્પર્ધાઓ સિદસર ખાતેના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઇનડોર સ્ટેડિયમ અને આઉટડોર મેદાનોમાં રમાડવામાં આવશે.