Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

વેનેઝુએલામાં ભૂકંપથી અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2026-07-03 11:44:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આપત્તિમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. આ આપત્તિ વચ્ચે વેનેઝુએલાની સરકારે બચાવ કામગીરી ઝડપી બનાવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી મદદ પણ મળી રહી છે. આ ભયાનક આપત્તિના કારણે લા ગુએરા રાજ્યમાં ભારે તબાહી સર્જાઈ છે અને ત્યાંના સ્થાનિક સરકારી તંત્રને મોટો ફટકો પડ્યો છે.

વેનેઝુએલાના અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે જણાવ્યું છે કે, તાજેતરમાં 24 જૂનના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં લા ગુએરા રાજ્યના લગભગ તમામ સરકારી અધિકારીઓના મોત થયા છે. કારાકાસની ઉત્તરે આવેલું આ તટીય રાજ્ય ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. પ્રમુખે ઉમેર્યું કે, આપત્તિના તુરંત બાદ દેશની આપાતકાલીન વ્યવસ્થાને ઍલર્ટ કરી સક્રિય કરવામાં આવી હતી અને 4000 જેટલા અધિકારીઓને રાહત તેમજ બચાવ કાર્યમાં તહેનાત કરવામાં આવ્યા છે.

વેનેઝુએલાની સરકારે ભૂકંપ બાદ તુરંત જ આંતરરાષ્ટ્રીય મદદની માંગ કરી હતી. અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે રાહત કાર્યમાં સહયોગ આપવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અલ સલ્વાડોરના પ્રમુખ બુકેલે અને અન્ય વિદેશી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, દેશના પુનર્નિર્માણ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના સહયોગથી 200 મિલિયન ડોલરનું ફંડ બનાવવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે આરોપ પણ લગાવ્યો કે કેટલીક ‘મીડિયા લેબોરેટરીઝ’ દ્વારા રાહત કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ આ અંગે વધુ વિગત આપી નથી.

લા ગુએરા રાજ્યમાં ભૂકંપના કારણે 189 ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટેનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે અને તેને સમાપ્ત કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની અને લોકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે.

વેનેઝુએલામાં 24 જૂનના રોજ 7.2 અને 7.5ની તીવ્રતાના બે જોરદાર ભૂકંપ આવ્યા હતા. આ આપત્તિમાં મરણ આંક વધીને 2000ને પાર થઈ ગયો છે, જ્યારે 50,000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ સંકટ સમયે મદદ માટે 21 દેશોએ પોતાની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો મોકલી છે, જેમાં એકલા અમેરિકાએ 250થી વધુ કર્મચારીઓ તહેનાત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની પ્રવાસન એજન્સીના અંદાજ મુજબ આ આપત્તિથી 67.6 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. તેમજ યુએન દ્વારા અંદાજે 6.7 અબજ ડોલરના ભૌતિક નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે, જે વેનેઝુએલાની જીડીપીના 6% બરાબર છે.

Tags: all government employee diesla guairaVenezuela
Previous Post

જમ્મુ કાશ્મીરમાં બીજા દિવસે પણ વાદળ ફાટતા અનેક સ્થળોએ પૂરની સ્થિતિ

Next Post

મહુવામાં જુગાર રમતા ૬ ગેમ્બલરો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
જમ્મુ કાશ્મીરમાં બીજા દિવસે પણ વાદળ ફાટતા અનેક સ્થળોએ પૂરની સ્થિતિ
તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરમાં બીજા દિવસે પણ વાદળ ફાટતા અનેક સ્થળોએ પૂરની સ્થિતિ

July 3, 2026
Next Post
મહુવામાં જુગાર રમતા ૬ ગેમ્બલરો ઝડપાયા

મહુવામાં જુગાર રમતા ૬ ગેમ્બલરો ઝડપાયા

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.