Thursday, July 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં નિવૃત્ત પરિવહન અધિકારીના ઘરેથી ૧૩ કિલો સોનુ અને ૯ કિલો ચાંદી મળી

દરોડા દરમિયાન ૧.૬૨ કરોડ રોકડ રકમ અને જમીન,મિલકતના અનેક દસ્તાવેજો મળી આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-07-09 11:51:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશમાં નિવૃત્ત એઆરટીઓના ઘરેથી માત્ર એક બે કરોડ રૂપિયા નહીં પરંતુ 1.62 કરોડ રૂપિયા રોકડા, 13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને હીરા ઘરેણા મળી આવ્યાં છે. આની બજાર કિંમત 20 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. આ બધુ જ નિવૃ્ત્ત અધિકારી ઘરેથી રેડ દરમિયાન મળી આવ્યું છે.
વિજિલન્સના દરોડો દરમિયાન નિવૃત્ત સહાયક સંભાગીય પરિવહન અધિકારી લલિત કુમારના લખનઉ ખાતે આવેલા ઘરમાંથી સોનું, ચાંદી, હીરા અને રોકડ મળી આવી છે. વિજિલન્સ વિભાગ દ્વારા 26 કલાક સુધી આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. લલિત કુમારે આ રોકડ રકમ રેડ ફિલ્મના રાજા સાહેબની જેમ અલગ અલગ રૂમની દીવાલોમાં છુપાવીને રાખી હતી. જ્યારે વિજિલન્સે અમય પટનાયકની જેમ ખૂણે ખૂણેથી રોકડ શોધી કાઢી હતી. રોકડ સાથે સાથે મકાન, ફ્લેટ અને ખેતીની જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. આ સાથે કુલ વિજિલન્સ વિભાગ દ્વારા કુલ મળીને 35 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
લલિત કુમાર મૂળ તો રાયબરેલીના રહેવાસી છે. લલિત કુમાર સામે 2024માં કાનપુરમાં ફરજ પર હતા ત્યારે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે તેઓ આરટીઓ ઓફિસમાં સંભાગીય નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તે પછીથી તેમની પાસે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આવક કરતા તેમનો ખર્ચ વધારે હતી, આ બાબતે લલિત કુમારે કોઈ સ્પષ્ટતા કરી નથી. સંતોષાકરક જવાબ ના મળતા હવે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં તેમના સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિજિલેન્સની ટીમને લલિત કુમારના ઘરેથી અલીગંજ, વૃંદાવન યોજના, ઈસ્માઈલગંજ, મોહનલાલગંજ અને બાકલગંજ સહિતાના વિસ્તારોમાં પ્લોટ, ખેતીની જમીન અને મકાન હોવાના દસ્તાવેજો મળી આવ્યાં છે. આ સાથે નોઈડામાં બે ફ્લેટ અને રાયબરેલીમાં જમીન હોવાના પણ પુરાવા મળ્યાં છે. તેની કુલ બજાર કિંમત 13 કરોડ રૂપિયા થાય છે. આ સાથે સાથે લલિત કુમારે ટોયોટા ઇનોવા અને હ્યુન્ડાઇ i20 કાર, રિવોલ્વર, બેંક, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં એક કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Tags: vegilance red in up
Previous Post

તાઇવાન,ચીન અને જાપાનમાં ત્રાટકશે વિનાશકારી વાવાઝોડું

Next Post

લેખિકાની જાતીય સતામણીના જૂના કેસમાં ટ્રમ્પને ૫૦ લાખ ડોલર ચૂકવવા કોર્ટનો આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની આજે વરસી : નરસિંહપુરાનો યુવાન આજે પણ લાપત્તા
તાજા સમાચાર

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની આજે વરસી : નરસિંહપુરાનો યુવાન આજે પણ લાપત્તા

July 9, 2026
લેખિકાની જાતીય સતામણીના જૂના કેસમાં ટ્રમ્પને ૫૦ લાખ ડોલર ચૂકવવા કોર્ટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

લેખિકાની જાતીય સતામણીના જૂના કેસમાં ટ્રમ્પને ૫૦ લાખ ડોલર ચૂકવવા કોર્ટનો આદેશ

July 9, 2026
તાઇવાન,ચીન અને જાપાનમાં ત્રાટકશે વિનાશકારી વાવાઝોડું
આંતરરાષ્ટ્રીય

તાઇવાન,ચીન અને જાપાનમાં ત્રાટકશે વિનાશકારી વાવાઝોડું

July 9, 2026
Next Post
લેખિકાની જાતીય સતામણીના જૂના કેસમાં ટ્રમ્પને ૫૦ લાખ ડોલર ચૂકવવા કોર્ટનો આદેશ

લેખિકાની જાતીય સતામણીના જૂના કેસમાં ટ્રમ્પને ૫૦ લાખ ડોલર ચૂકવવા કોર્ટનો આદેશ

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની આજે વરસી : નરસિંહપુરાનો યુવાન આજે પણ લાપત્તા

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની આજે વરસી : નરસિંહપુરાનો યુવાન આજે પણ લાપત્તા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.