વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી. પઢેરિયા અને સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી વિકી ઉર્ફે જોકર સંજયભાઈ મકવાણા (ઉં.વ. ૨૧, ધંધો: ગેરેજ મજૂરી, રહે. ઇન્દિરાનગર, ભાવનગર) ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.
પોલીસ તપાસમાં આરોપી પાસેથી ૨૧૨ ગ્રામ ગાંજો કિંમત રૂ. ૧૦,૬૦૦/-, એક મોટરસાયકલ કિંમત રૂ. ૨૦,૦૦/- અને એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૪૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વરતેજ પોલીસે પકડાયેલા આરોપી સામે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની જોગવાઈ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અન્ય એક આરોપી દિલીપભાઈ સોલંકી (રહે. રામનગર, સિહોર) ને પકડવાનો બાકી હોય, પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.




