આજરોજ વલભીપુર પંથકમાં સવારથી કાળા ડિબાગ વાદળ છાયા વાતાવરણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અતિશય પવન અને વીજળીના કડાકા સાથે વલભીપુર પંથકમા ૬૩ મી.મી. અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. અઢી ઇંચ વરસાદ વલભીપુરમાં વરસતા ભાદરવા મહિનામાં અતિશય બફારામાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી બાળકોએ આ વરસાદમાં ખૂબ આનંદ મળ્યો હતો આ ઉપરાંત ઉમરાળા પંથકમાં પણ સવા ઇચ જેટલો વરસાદ રાત્રીના આઠ વાગ્યા સુધીમાં પડ્યો હતો. ભાવનગર શહેરમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં.