Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

બલૂચ લિબરેશન આર્મીનો સત્તાવાર નિવેદન જાહેર કરીને મોટો હુમલો કર્યો હોવાનો દાવો

dharmendravaghela by dharmendravaghela
2026-07-17 11:52:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો સામેની હિંસા સતત વકરી રહી છે. પ્રતિબંધિત સંગઠન

બલૂચ લિબરેશન આર્મીએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, તેના લડાકુઓએ

બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લાના ખડકોચા વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યના એક મોટા કાફલાને નિશાન

બનાવ્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ ભીષણ હુમલામાં 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા

ગયા છે અને અસંખ્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બિએલએના પ્રવક્તા જીયંદ બલોચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, આ ઓપરેશનને

સંગઠનની ખાસ કમાન્ડો વિંગ ફતહ સ્ક્વોડ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના

જવાનોને લઈ જઈ રહેલી બસો અને તેમની સુરક્ષામાં તહેનાત એસ્કોર્ટ વાહનો પર લડાકુઓએ એકાએક

હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, પ્રાથમિક હુમલા બાદ ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી વધારાની

સૈન્ય ટુકડીઓ પર પણ ઓચિંતો હુમલો કરીને તેમને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સૈન્ય કાફલા પર હુમલા બાદ બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી સામસામે ભારે

ગોળીબાર અને સશસ્ત્ર અથડામણ ચાલી હતી. બલૂચ સંગઠનનો દાવો છે કે રણનીતિ પૂર્વક કરાયેલી આ

કાર્યવાહીમાં સૈન્યને મોટો ફટકો પડ્યો છે અને મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. બીએલએ ટૂંક સમયમાં જ

આ ઓપરેશનનો વીડિયો, હુમલાની સંપૂર્ણ રણનીતિ અને પાકિસ્તાની સેનાના કબ્જામાંથી જપ્ત કરાયેલા

સૈન્ય હથિયારો તથા સાધનોની વિગતો જાહેર કરવાની પણ જાહેરાત કરી છે.
બીજી તરફ, આટલા મોટા હુમલા અને જાનહાનિના દાવા અંગે પાકિસ્તાની સેના કે પાકિસ્તાન સરકાર

દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક

મહિનાઓથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી, પેરા મિલિટરી ફોર્સ અને સરકારી પ્રોજેક્ટ્સ પર

બીએલએ દ્વારા હુમલા ખૂબ જ તીવ્ર બની ગયા છે, જેના કારણે આખા ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ છે

અને ઇસ્લામાબાદ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને દબાણ સતત વધી રહ્યું છે.

 

Tags: balochistanbla attack on pakistan army
Previous Post

ઈરાન વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય,વિશ્વને તેના પરિણામો જોવા મળશે : ટ્રમ્પ

Next Post

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.