ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને ભાજપ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપરાંત આ વખતે સાઉથના દિગ્ગજ નેતા ચંદ્રશેખર રાવ (કેસીઆર) પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. કેસીઆરે સંકેત આપી દીધા છે. જો આવું થશે તો, ભાજપ અને નરેન્દ્ર મોદીના ગઢમાં ચૂંટણી ખૂબ જ રસપ્રદ માહોલ બનાવશે.
તેલંગણાના મુખ્યમંત્રી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ નવી પાર્ટીની શરુઆત કરીને રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરવાનો વિચાર કરી રહ્યા છે. જો કે, આ વિચારને હજૂ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યુ નથી. એવી અટકળો છે કે, ઓક્ટોબરમાં દશેરાના અવસર પર આ યોજનાની જાહેરાત કરી શકે છે. ટીઆરએસના ધારાસભ્ય અને મંચેરિયલ જિલ્લા કમિટિના અધ્યક્ષ બાલકા સુમને કહ્યું કે, અમે અલગ અલગ જિલ્લા અધ્યક્ષ, કેસીઆરને અપીલ કરીએ છીએ કે, તેમને રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈ અને એક રાષ્ટ્રીય પાર્ટી શરુ કરવી જોઈએ.
કેસીઆર રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરવા માટે રાષ્ટ્રીય સમિતિ, ઉજ્જવલ ભારત પાર્ટી અને નયા ભારત પાર્ટી જેવા નામ પર ચર્ચા કરી ચુક્યા છે અને આવનારા દિવસોમાં તેના પર મહોર લાગી શકે છે.એવા સમાચાર આવી રહ્યા છે કે, કેસીઆર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું મન બનાવી લીધું છે. નવી પાર્ટી બનાવીને ગુજરાત સહિત દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને લઈને તૈયારી કરવાના નિર્દેશ પણ આપી દીધા છે. તેમણે પાર્ટી નેતાઓને કહ્યું કે, એવા નેતાઓની ઓળખાણ કરો, જે વિધાનસભા ચૂંટણી સાથે સાથે લોકસભા ચૂંટણી 2024માં પણ પોતાના ઉમેદવારો ઉતારે. આ રાજ્યોના સહારે કેસીઆર રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરવાની તૈયારીમાં છે.