વડાપ્રધાન મોદી આ મહિનાના અંતમાં ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર તેમનો આ કાર્યક્રમ ગોઠવાયો છે અને ભાવનગરમાં તેઓ ૨૯ કે ૩૦મીએ ભાવનગર આવશે તેમ જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અત્યાર સુધીમાં અનેક વાર ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે આ મહિનામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. માહિતી મુજબ ૨૯-૩૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાતના ૨ દિવસના પ્રવાસે આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમ કરશે. તો ૩૦ સપ્ટેમ્બરે મેટ્રો પ્રોજેક્ટના ૨ રૂટની શરૂઆત કરાવશે.વડાપ્રધાન ૨૯ સપ્ટેમ્બરે સુરત, ભાવનગર અને અમદાવાદમાં કાર્યક્રમો કરશે. ૨૯ સપ્ટેમ્બરે સાંજે અમદાવાદમાં ૩૬મી રાષ્ટ્રીય રમતોનો પ્રારંભ કરાવશે. ગુજરાત પહેલીવાર આ રમતોત્સવનું યજમાન બની રહ્યુ છે. તો ૩૦ સપ્ટેમ્બરે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનના બે રુટની પણ તેઓ શરુઆત કરાવશે. વડાપ્રધાન મોદી શહેરીજનોને નવરાત્રિના પહેલા દિવસે મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. મહત્વનું છે કે,આ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને (દ્ભેંષ્ઠર) વિકાસની ભેટ આપી.તેમણે કચ્છના ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધિત કરી હતી.
વડાપ્રધાનના આગમન પૂર્વે જવાહર મેદાનમાં સફાઇ અભિયાન
આગામી તા.૨૯, ૩૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ અને સુરત ખાતે કાર્યક્રમો યોજાનાર છે. ભાવનગરમાં સેન્ટ્રલ એસ.ટી. સ્ટેન્ડનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો જવાહર મેદાન ખાતે યોજાનાર છે જેના ભાગરૂપે તંત્ર દ્વારા જવાહર મેદાનમાં ફેલાયેલી ઝુપડપટ્ટી હટાવવા સહિત દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં દબાણ હટાવ્યા બાદ લેવલીંગ સહિતનું કામકાજ પણ કરવામાં આવશે.