વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મીએ ભાવનગર આવી રહ્યા છે અને તેમની સભા સહિતના કાર્યક્રમો માટે જવાહર મેદાન – ગધેડિયા ફિલ્ડની પસંદગી થતા આ વર્ષે નવરાત્રી રાસ ગરબાના પ્રોફેશનલ આયોજનો જવાહર મેદાનમાં નહિ થઇ શકે તે લગભગ નિશ્ચિત છે. તંત્રએ પણ એક આયોજકની જગ્યા મેળવવા માટેની અરજી દફતરે કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન મોદી ૩૦મીએ ભાવનગરના પ્રવાસે છે. ૨૬ સપ્ટેમ્બરથી આસો નવરાત્રિની પ્રારંભ થઇ રહ્યો છે અને ૩૦મિએ પાંચમું નોરતું છે.આથી કોઇ પ્રોફેશનલ રાસ ગરબા આયોજકોને જવાહર મેદાન નહીં ફાળવવા તંત્રએ નક્કી કર્યું છે. જ્યારે એક આયોજકે જવાહર મેદાનમાં જમીન ફાળવવા કરેલી અરજી પણ દફતરે કરવા નિર્ણય થયો હોવાનું વધુમાં સામે આવ્યું છે.