યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટમાંથી ચુકાદો આવી ચુક્યો છે. જેમાં હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો છે. અને અંજૂમન ઈંતજામિયા કમિટિની અરજી ફગાવી દીધી છે.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટના ચુકાદા પર સૌની નજર ટકેલી હતી. તો વળી જિલ્લા જજ એકે વિશ્વેશને ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ મામલામાં અંજૂમન ઈંતજામિયા કમિટીની અરજી રદ કરવામા આવે છે. જજે કહ્યું કે, રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. તો વળી કોર્ટે માન્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સાંભળવા યોગ્ય છે. સાથે જ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.