બંદર, શિપીંગ અને જળમાર્ગોનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ઘોઘા, દિનદયાળ પોર્ટ, અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડ તથા નવાગામ ખાતે કન્ટેનર મેન્યુફેક્ચરીંગ સાઇટની મુલાકાતે છે. આજે તેઓ ભાવનગરમાં લીલા ગૃપની સરોવર પોર્ટિકો હોટેલના મહેમાન બન્યા હતાં. આ દરમિયાન લીલા ગૃપ ઓફ કંપનીઝના ચીફ મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્માએ તેમને આવકાર્યાં હતાં.
મંત્રી સોનોવાલે લીલા શિપ રિસાયકલીંગ યાર્ડના કોમલકાંત શર્માએ અલંગ રિસાયકલીંગ યાર્ડ અને શિપીંગ વિષયક વિગતો પણ મેળવી હતી અને ભાવનગરના વિકાસમાં અલંગની ભૂમિકાથી તેઓ ખુશ થયા હતાં. તેમણે શર્મા સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર અલંગની શિપબ્રેકીંગ કેપેસીટી ડબલ કરવા સહિતના મામલે આગળ વધી રહી છે.