ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી પરિસરમાં પૂજા-અર્ચનાની મંજૂરી આપવાથી જોડાયેલા કેસની સુનાવણીને લઇને જિલ્લા કોર્ટે સોમવારે મહત્વનો નિર્ણય આપ્યો છે. ત્યારે મુસ્લિમ પક્ષે ચુકાદાને લઇને નારાજગી વ્યક્ત કરી છે.
કોર્ટે શ્રૃંગાર ગૌરીમાં પૂજાને અધિકારની માંગને લઇને દાખલ અરજીને સુનાવણી માટે યોગ્ય માની છે. આ નિર્ણય હિન્દુ પક્ષમાં માનવામાં આવી રહ્યો છે. જોકે, મુસ્લિમ પક્ષના વકીલે નારાજગી વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષે કહ્યું કે, તેઓ આ મામલાને લઇને હાઈકોર્ટમાં જશે અને આદેશને પડકારશે. તેમણે એમ પણ કહ્યું કે, તમામ લોકો વેચાઇ ગયા છે.
મુસ્લિમ પક્ષના વકીલ મેરાજુદ્દીન સિદ્દીકીએ કોર્ટ પર મોટો આરોપ લગાવ્યો. સિદ્દીકીએ કહ્યું કે, આ નિર્ણય ન્યાયઉચિત નથી. અમે નિર્ણય વિરૂદ્ધ ઉચ્ચ કોર્ટના દરવાજા ખટખટાવીશું. જજ સાહેબના ઑર્ડરે સંસદના કાયદાને સાઈડમાં મુકી દેવામાં આવ્યો છે. અમારા માટે ઉચ્ચ કોર્ટના દરવાજા ખુલ્લા છે. સિદ્દીકીએ વધુમાં કહ્યું કે, ન્યાયપાલિકા તમારી છે. તમે સંસદના નિયમને નહીં માનો, તો શું કહી શકીએ છીએ. તમામ લોકો વેચાઈ ગયા છે.
હિન્દુ પક્ષ તરફથી જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત શ્રૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળો પર નિયમિત પૂજા-અર્ચના કરવાની મંજૂરી આપવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર જિલ્લા કોર્ટે એ નક્કી કર્યું હતું કે, મામલો સાંભળવા યોગ્ય છે કે નહીં. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે કોર્ટમાં ટકાઉ ન હોવાની દલીલ આપતા આ કેસને ફગાવવાની માંગ કરી હતી. કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલને ફગાવતા પોતાના ચુકાદામાં કહ્યું કે, સિવિલ પ્રક્રિયા સંહિતાના આદેશ 07 નિયમ 11 હેઠળ આ મામલે સુનાવણી થઇ શકે છે, જેના માટે 22 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહેલે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ સમગ્ર નિર્ણયને વાંચવામાં આવશે અને પછી જ આગળ શું કરવું તે નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે 1991ના પૂજા અધિનિયમના સંબંધમાં જે કહ્યું હતું તેનાથી આશા હતી કે હવે દેશમાં મંદિર-મસ્જિદ સંબંધિત તમામ વિવાદો કાયમ માટે સમાપ્ત થઈ જશે, પરંતુ તે ન થયું.. તેમણે કહ્યું કે અમે કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ અને અમારી કાનૂની ટીમ તેના પર અભ્યાસ કરશે કે આગળ શું પગલાં લેવા જોઈએ. મુસ્લિમ પક્ષ આ નિર્ણયને કોઈપણ ઉચ્ચ અદાલતમાં પડકારવાનું સ્પષ્ટ કહી રહ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે મુસ્લિમ પક્ષ આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી શકે છે.