દસ નવેમ્બર 2025માં નવી દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ કેસને દરેક એંગલથી તપાસવામાં આવ્યા કેટલાક સંકળાયેલા વિષયને લઈ હવે તપાસ એજન્સીએ મહત્ત્વનો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીએ રજૂ કરેલી ચાર્જશીટમાં લાલ કિલ્લા પાસે કરવામાં આવેલા આત્મઘાતી બોંબ બ્લાસ્ટમાં આરોપી ઉમર ઉન નબી બ્લાસ્ટ થયો એ સમયે કારમાં અંદર જ બેઠો હતો. ચાર્જશીટ અનુસાર હવે કારમાં લગાવવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટનું જાણવા મળ્યું છે. આ માટે કારમાં ખાસ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતી.
એનઆઈએના જણાવ્યા અનુસાર આ કેસમાં બહાર આવેલા આતંકવાદી મોડ્યુલની વિચારધારા અને પ્રવૃત્તિઓની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. એજન્સીએ રિપોર્ટ આપતા કહ્યું હતું કે, આ મોડ્યુલ સાથે જોડાયેલા આરોપીઓ કટ્ટરપંથી વિચારધારાઓથી પ્રભાવિત હતા અને હિંસક પ્રવૃત્તિઓની તૈયારી કરી રહ્યા હતા. દિલ્હીમાં થયેલા વિસ્ફોટને લઈને અગાઉથી આતંકવાદી કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજોમાં કથિત રીતે જાણવા મળ્યું છે કે, આરોપીઓ આતંકવાદી હુમલાઓ માટે એક પ્લાન અનુસાર અને વિગતવાર માહિતી એકત્રિત કરી રહ્યા હતા. લાલ કિલ્લા વિસ્ફોટની તપાસમાં NIAએ અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) મોડ્યુલની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
એજન્સીની ચાર્જશીટ આ મોડ્યુલને વિસ્ફોટ સાથે કથિત રીતે જોડાયેલા નેટવર્કના ભાગ તરીકે ઓળખાવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન મળેલા વિચારધારા, પ્રચાર સામગ્રી અને ઓપરેશનલ દસ્તાવેજોને સહસંબંધિત કરીને એજન્સીએ સમગ્ર ઘટનાની વિગતોને એકસાથે એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. સૌથી મહત્વપૂર્ણ ખુલાસો ઉમર-ઉન-નબી સાથે સંબંધિત છે. NIAના જણાવ્યાનુસાર વિસ્ફોટ સમયે ઉમર-ઉન-નબી કારની અંદર હતો અને તેને જ IED એક્ટિવ કરીને બ્લાસ્ટ કર્યો હતો. એજન્સીના આ દાવા બાદ, 10 નવેમ્બર લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની તપાસને એક નવો દ્રષ્ટિકોણ મળ્યો છે, આ ઘટનાને હવે આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. જો કે, ચાર્જશીટમાં લગાવવામાં આવેલા આરોપો પર અંતિમ નિર્ણય કોર્ટની સુનાવણી અને ન્યાયિક પ્રક્રિયા પછી જ લેવામાં આવશે. ચાર્જશીટમાં જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે વિવિધ ઓપરેશનલ પ્લાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
—————————–






