Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

લગ્ન સ્થળો, તંબુ સેવાઓ અને અન્ય વ્યાપારી સ્થળો રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ કરવાના

dharmendravaghela by dharmendravaghela
2026-09-18 12:43:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી થઇ રહી છે. જેમાં મિડલ ઈસ્ટમાં વધતાં તણાવ અને લાલ સમુદ્રમાં વેપાર અને પુરવઠાના અવરોધોના લીધે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે. જેના પગલે પાકિસ્તાન સરકારે ઈંધણના વપરાશ પરના નિયંત્રણો અને સંઘીય અધિકારીઓ માટે વિદેશ પ્રવાસ પરત્રણ મહિના સુધી પ્રતિબંધ મૂક્યો છે.
કેબિનેટ વિભાગે ગુરુવારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ પગલાંનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવા જણાવ્યું છે. પાકિસ્તાનમાં માર્ચ માસમાં પણ કડક નિયમો અને પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. આવા જ નિયમો ફરી લાગુ કરવામાં આવી શકે છે.જ્યારે વિવિધ વ્યાપારી સંસ્થાઓ માટે બંધ થવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દુકાનો, બજારો, શોપિંગ મોલ, મેળાઓ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનો રાત્રે 9 વાગ્યા સુધીમાં બંધ થઈ જવી જોઈએ.તેમજ લગ્ન સ્થળો, તંબુ સેવાઓ અને અન્ય વ્યાપારી સ્થળો રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ થઈ જવી જોઈએ. રેસ્ટોરન્ટ્સ, કાફે, ખાણીપીણીની દુકાનો અને ફૂડ આઉટલેટ્સ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે. ટેકઅવે અને હોમ ડિલિવરી સેવાઓ આ પ્રતિબંધોમાંથી મુક્ત છે.
જ્યારે ફાર્મસી, હોસ્પિટલો, ક્લિનિક્સ, મેડિકલ લેબ્સ, પેટ્રોલ અને સીએનજી સ્ટેશન, ઇવી ચાર્જિંગ સ્ટેશન, જીમ, રમતગમત સુવિધાઓ, આઇટી કંપનીઓ અને કોલ સેન્ટરો આ સમય મર્યાદામાંથી મુકિત આપવામાં આવી છે.તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં, કર્મચારીઓ સાથે સંબંધિત ન હોય તેવા ખર્ચમાં દર મહિને 5 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ નિયમ પાકિસ્તાનના વિદેશ સ્થિત મિશન અને ત્યાં તૈનાત અધિકારીઓને પણ લાગુ પડશે. તેમજ ભાડા, શિક્ષણ ફી અને તબીબી ખર્ચ માટેના ભથ્થાં અગાઉની જેમ જ મળવાનું ચાલુ રહેશે. વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ખર્ચમાંના આ ઘટાડામાંથી મુક્તિ આપવામાં આવી છે.

Tags: pakistan economic crisis
Previous Post

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

Next Post

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

September 18, 2026
Next Post
અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.