એશિયન ગેમ્સ-2026ની ફાઇનલમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે. ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી. તો બીજી તરફ, પાકિસ્તાને પહેલી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું.
મેચમાં ભારતે ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ પર 169 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 9.5 ઓવરમાં માત્ર 45 રન પર ઓલઆઉટ થઈ ગઈ.ભારત માટે ઈશાન કિશને નોટઆઉટ 80 રનની ઇનિંગ રમી. વૈભવ સૂર્યવંશીએ પણ 21 બોલમાં 38 રન બનાવ્યા. બોલિંગમાં જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્માએ 2-2 વિકેટ લીધી, જ્યારે શ્રીલંકાના 6 બેટર્સ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
શ્રીલંકાની ઇનિંગ્સ 10મી ઓવરમાં 45 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતે આ મુકાબલો 124 રનથી જીતી લીધો છે. 10મી ઓવરમાં ભારતે સતત ત્રણ વિકેટ લીધી. 9.3 બોલ પર તિલક વર્માએ થારિંદુ રત્નાયકેને 5 રન પર રન આઉટ કર્યો. 9.4 બોલ પર અભિષેક શર્માએ ચમિકા કરુણારત્નેને 4 રન પર સ્ટમ્પિંગ કરાવ્યો, જ્યારે પછીના બોલ પર બિનુરા ફર્નાન્ડોને બોલ્ડ કરી દીધો. આ અભિષેકની બીજી વિકેટ રહી.




