કોકરોચ જનતાપાર્ટીના જંતર મંતર આંદોલનથી જે રીતે જેન-ઝી હવે ભારતના રાજકારણમાં પણ એક ચિંતા સર્જી રહ્યા છે અને નીટનું આંદોલન પુરુ થયુ પછી હવે મુખ્ય ચુંટણી કમિશ્ર્નર સામેના આંદોલનમાં પણ કોકરોચ જનતા પાર્ટી અને જેન-ઝી જોડાઈ રહ્યા છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ તેની પુરી કેબીનેટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ જેન-ઝીને મનાવવા ઉંધે માથે છે.
તે વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવત તા.24થી ત્રણ દિવસ માટે મધ્યપ્રદેશના જબલપુરમાં છે અને અહી તેઓએ સંઘના જેન-ઝી સ્વયંસેવકોનો એક કેમ્પ રાખ્યો છે અને તેની સાથે સંવાદ કરશે અને સંબોધન કરશે. એટલું જ નહી તા.25ના તેઓ સ્થાનિક નેતાઓને પણ મળવાના છે.
અને આ રીતે તેઓ જેન-ઝીને મનાવવા માટે વધુ પ્રયાસ કરશે. અગાઉ મોહન ભાગવતે મુંબઈમાં પણ જેન-ઝી સાથે સંવાદ કર્યો છે અને સરકારને પણ અનેક વખત સલાહ આપી છે. હવે તે સીલસીલો આગળ ધપાવશે.
———






