તઝાકિસ્તાનના દુશાન્બેમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર સીધો પ્રહાર કર્યો હતો. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારની હાજરીમાં રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે આતંકવાદને પોષનારા અને આશ્રય આપનારાઓ સામે કોઈ પણ પ્રકારના બેવડા માપદંડ ચલાવી લેવામાં નહીં આવે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તઝાકિસ્તાનના દુશાન્બેમાં શાંઘાઈ સહયોગ સંગઠનની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં કહ્યું હતું કે આતંકવાદને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં અને એને લઈ બેવડા માપદંડો પણ હોવા જોઈએ નહીં. રાજનાથ સિંહે કહ્યું હતું કે આતંકવાદના વિકાસ માટે સૌથી ગંભીર જોખમો ગણાવ્યા હતા અને કહ્યું હતું કે એનાથી ફક્ત લોકોના જીવને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ રોકાણ અને વેપારને પણ સૌથી નકારાત્મક અસર પડે છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન અને નાયબ વડા પ્રધાન ઈશાક ડારની હાજરીમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે આતંકવાદ સમાજોને કટ્ટર બનાવે છે અને આપણા યુવાનોને એ બાબતથી વંચિત રાખે છે, જેના એ હકદાર છે. તેથી આતંકવાદને કોઈ પણ વાતને યોગ્ય ઠેરવી શકાય નહીં. રાજનાથ સિંહે કહ્યું હતું કે આતંકવાદના ઉકેલ માટે વાસ્તવમાં બેવડા માપદંડો તો ચલાવી શકાય નહીં, જે લોકો આતંકવાદીઓને આર્થિક મદદ કરે છે. તેમને સમર્થન કરે છે અથવા જેઓ આતંકવાદીઓને આશરો આપે છે તેમના માટે કોઈ જગ્યા નથી. જ્યારે રાજનાથ સિંહે નિવેદન આપ્યું ત્યારે ઈશાક ડાર તેમની સામે જ બેઠા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ એ બેઠકનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં રાજનાથ સિંહ અને ઈશાક ડાર એક ટેબલ પર બેઠેલા જોવા મળ્યા હતા. રાજનાથ સિંહ તઝાકિસ્તાનના પાટનગરમાં શાંઘાઈ સહયોગ સંગઠનની હેડ્સ ઓફ ગવર્નમેન્ટ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જેમાં સભ્ય દેશના નેતાઓ અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
————————-






