
જતીન સંઘવી ભાવનગરની જીવાદોરી પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમ આજે ગુરુવારે આખરે છલકાયો છે. બે દિવસથી કાઉન્ટ ડાઉન શરૂ થયું હતું અને આજે સવારે 6કલાકે પ્રથમ 20દરવાજા બાદમાં 40અને અંતમાં તમામ 59દરવાજા ખોલી દેવાયા હતા. હાલમાં ડેમમાં આવક જાવક 5310 ક્યુસેક છે. તમામ 59દરવાજા ખોલાતા આહ્લાદક નજારો જોવા મળી રહ્યો છે.





