Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી

dharmendravaghela by dharmendravaghela
2026-02-27 11:45:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય ઉપખંડમાં શિયાળાની વિદાય વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હિન્દ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘હોરાસિયો’ 260 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે આગળ વધી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરને પગલે હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે.

વાવાઝોડાની અસર અને સમુદ્રમાં ઓછા દબાણને કારણે હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલમમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં પણ વરસાદની અપેક્ષા છે.દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ છે, ત્યારે ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજધાનીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫ ડિગ્રી વધી ગયું છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું. હાલમાં અહીં વરસાદની કોઈ સંભાવના નથી.

પંજાબ અને હરિયાણામાં સવારના સમયે ધુમ્મસ જોવા મળશે, પરંતુ દિવસ દરમિયાન તેજ તડકો રહેશે. આગામી ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન ૫ ડિગ્રી સુધી વધી શકે છે.

પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં હવામાન પલટાશે. હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધાયો છે. CPCB ના ડેટા મુજબ, ગુરુવારે સાંજે AQI 200 નોંધાયો હતો.

Tags: cycloneindiaindian ocean
Previous Post

રાજસ્થાનમાં શાળાના મેદાનમાં રમતી બાળકીનું કાર્ડિયાક એરેસ્ટ થી મોત

Next Post

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.