ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીઓ ખુબ સક્રીય થઇ ગઇ છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે,આમ આદમી પાર્ટી હાલ ઘર ઘર જઇને ગેરંટી કાર્ડ આપી રહયા છે ,તેમાં વાયદાઓની બાહેંધરી આપવામાં આવે છે તે જોતા કોંગ્રેસે પણ આ રીતે વચન પત્ર માટે એક રણનીતિ બનાવી છે.
હવે કોંગ્રેસ પક્ષે પણ ચૂંટણીમાં વચન પત્ર જાહેર કરશે. રાહુલ ગાંધીની અમદાવાદ ખાતેની જનસભામાં જાહેર કરાયેલ જાહેરાતોને કોંગ્રેસ વચન પત્ર બનાવશે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે કોગ્રેસ તમામ વર્ગ અને સમાજના મુદાઓ લઇ પ્રજા વચ્ચે જશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરેલા જાહેર સભામાં કોગ્રેસ પક્ષે આઠ વચન ગુજરાતની જનતાને આપ્યા હતા.
કોંગ્રેસ પક્ષ આ વચનને કાયદો બનાવવા માટે વચન પત્ર હવે બનશે કાયદો થીમ પર ગેરન્ટી કાર્ડ તૈયાર કરશે. આગામી દિવસમાં કોંગ્રેસ એક કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરશે. 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના સિનિયર નેતાઓ બુથ સુધી જશે. બુથ દીઠ ઘર-ઘર જઇ કોંગ્રેસ વચન પત્ર લખાવશે. કોગ્રેસે વચન પત્ર માટે નંબર જાહેર કરાયો છે. 8108125125 પર મિસકોલ કરી રજીસ્ટ્રશન કરી શકાશે.