વિજિલન્સ દ્વારા વિદેશી કોલસા ચોરીનો મોટો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા વિદેશી કોલસો કાઢીને નીચી ગુણવતાવાળા કોલસા મિક્સ કરીને સપ્લાય કરતા હતા. આ અંગેની ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી કરતાં જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાથી વિદેશી કોલસા આયાત કરતા હતા. આ કોલસા ભાવનગર અને અમદાવાદમાં આવેલી કંપનીઓમાં કોલસો આયાત કરતા હતા. વિદેશી કોલસો ખૂબ જ મોંઘુ હોવાનું સામે આવ્યું છે. કંપની તરફથી ફરિયાદ આવી રહી હતી કે, કોલસાની ગુણવત્તા ખૂબ જ ખરાબ આવતી હતી. જેથી પોલીસને માહિતી મળતા, ડીજી વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં પર્દાફાશ થયો હતો.
પોર્ટ પરથી જે કોલસો નીકળતો હતો તે રસ્તામાં મિક્સ થતો હતો. દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં જાણવા મળ્યું હતુ કે, કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આરોપીઓ ભેગા મળીને વિદેશી કોલસામાં ભેળસેળ કરતા હતા અને ત્યારબાદ જે તે કંપનીમાં મોકલતા હતા. આ મામલે ડીજી વિજિલન્સે કાર્યવાહી કરી 66 લાખનો કોલસો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે કુલ 1.85 કરોડથી વધુનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે 15 આરોપીઓની ધરપકડ કરી છે અને 7 આરોપીઓ ફરાર છે.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. કેટલ સમયથી આ ધંધો ચાલે છે અને કેવી રીતે સેટિંગ કરવામાં આવે છે તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.