Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નેશનલ ગેમ્સના પ્રારંભ પૂર્વે જામ્યો માહોલ : કલેક્ટર, કમિશનર, ડીડીઓ મેદાનમાં ઉતર્યાં

સિહોરમાં અધિકારીઓ વિ. પદાધિકારીઓ વચ્ચે ક્ષેપક ટકરાવની ગેમ રમાઈ : કલેક્ટરે કલા દેખાડી

aaspassdaily by aaspassdaily
2022-09-17 13:59:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરનાં શિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે આયોજિત ૩૬ મી નેશનલ ગેમ્સનાં જાગૃતિ કાર્યક્રમમાં ખેલાડીઓ વચ્ચે “ક્ષેપક ટકરાવ” ની રમત રમાડવામાં આવી હતી. આ રમતને જાેઇને અધિકારીઓ અને પદાધિકારીઓમાં રમતનો જુસ્સો આવી ગયો હતો. અને તેઓએ પણ તેમના રમતના કૌશલ્યને ઝળકાવાની તક જાેતાં તેઓ પણ આ રમત રમવાં માટે મેદાનમાં આવી ગયાં હતાં.
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે ટેનિસનાં ખૂબ સારા ખેલાડી છે તે સૌ કોઇ જાણે છે પરંતુ આજે તેઓ હાથથી રમવાની રમત સાથે પગથી રમવાની રમતના પણ આલા ખેલાડી છે તે તેમની રમતથી પુરવાર કર્યું હતું.
વાળુકડ ખાતે રસ્સા ખેંચની સ્પર્ધામાં જાેડાતા ડીડીઓ ઃ લોક વિદ્યાલય, વાળુકડ ખાતે રાષ્ટ્રીય રમતોત્સવ સંદર્ભે ‘રમત દ્વારા એકતાની ઉજવણી’ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે ગુજરાતમાં યોજાનાર રમતોત્સવ અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત કોરોના બાદ પ્રથમ વખત આ ગેમની યજમાની કરી રહ્યું છે. રમતો માનસિક તાણ ઘટાડવામાં અને સ્વાસ્થ્યની રક્ષા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ તકે તેઓ રસ્સા ખેંચની સ્પર્ધામાં જાેડાયા હતાં.
મ્યુ. કમિશનર ઉપાધ્યાયે ટેબલ ટેનિસ રમી ઉત્સાહ વધાર્યો

સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલી જી.એલ. કાકડિયા કોલેજ ખાતે નેશનલ ગેમ્સની જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓનલાઇન ગેમ છોડી મેદાની રમતો રમી માનસિક રીતે સુસજ્જતા કેળવવાં મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયએ આહ્વવાન કર્યું હતું. આ તકે કમિશનરે ટેબલ ટેનિસ રમી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

નેશનલ ગેમ્સનો જાગૃતિ અંગેનો કાર્યક્રમ રેન્જ આઇ.જી., એસ.પી.ના અધ્યક્ષસ્થાને યોજાયો
ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલી ‘૩૬ મી નેશનલ ગેમ્સ’ રાજયના છ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, અને ગાંધીનગર ખાતે યોજાનાર છે. જેનાં ભાગરૂપે ભાવનગર શહેરની કે.પી.ઈ.એસ. કોલેજ ખાતે ‘૩૬મી નેશનલ ગેમ્સ’નો જાગૃતિ અંગેનો કાર્યક્રમ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જ્યારે તળાજા ખાતે આવેલ વાય.જે.દોશી કોમર્સ એન્ડ આર્ટ્‌સ કોલેજ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ખેલાડીઓ વચ્ચે કબડ્ડીની ગેમ રમાડવામાં આવી હતી.

 

Tags: bhavnagarmaholnational games
Previous Post

રીપેરીંગ કરાવી દેવાના બહાને શખ્સે ૧૫ ઇકો કારના સાયલેન્સર બઠ્ઠાવી લીધા

Next Post

નોંઘણવદરમાં વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પરિવારને માર મારી હડધૂત કરાયો

aaspassdaily

aaspassdaily

Related News

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
સરકારનું સ્પષ્ટિકરણ!, TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ યથાવત
તાજા સમાચાર

સરકારનું સ્પષ્ટિકરણ!, TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ યથાવત

August 23, 2025
હવે ફર્નિચર ઉપર ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની તૈયારી
આંતરરાષ્ટ્રીય

હવે ફર્નિચર ઉપર ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની તૈયારી

August 23, 2025
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

નોંઘણવદરમાં વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પરિવારને માર મારી હડધૂત કરાયો

દિલ્હીના મહાઠગના ગુજરાતમાં કર્યા કારનામા

અપહરણ અને દુષ્કર્મના કેસમાં ફરાર નાના ખૂટવડાનો શખ્સ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.