ઉમરાળા પોલીસે રેવા ગામમાં આવે વાડીમાં દરોડો પાડી કપાસના વાવેતરમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની ૪૬ બોટલ સાથે બે શખ્સ ને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઉમરાળા પોલીસે બાતમીના આધારે રેવા ગામના જયપાલસિંહ જુવાનસિંહ ગોહિલની વાડીમાં દરોડો પાડી કપાસના વાવેતરમાં છુપાવેલો ૪૬ બોટલ ઇંગ્લિશ દારૂ કિં. રૂ. ૧૭,૨૫૦ સાથે જયપાલસિંહ ગોહિલ અને ગોળરામા ગામના પ્રકાશ જીવરાજભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી. ઉમરાળા પોલીસે ઝડપાયેલા બંને શખ્સો ઉપરાંત શૈલેષ ઉર્ફે ભાણા વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.