દેશની રાજધાની દિલ્હીમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં એક પૂર પાટ ઝડપે આવતી ટ્રકે ફૂટપાથ પર સૂતેલા ૫ લોકોને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું કહેવાય છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂર પાટ ઝડપે આવી રહેલી ટ્રક રસ્તાના કિનારે ફૂટપાથ પર સૂતેલા પાંચ લોકો પર ફળી વળી હતી, જેમાંથી ૪ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા અને એકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જોકે, અંધારાનો ફાયદો ઉઠાવીને ટ્રક ચાલક બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામ શ્રમિકો હતા,જેઓ રસ્તાના કિનારે ફૂટપાથ પર સૂતેલા હતા. આ અકસ્માત રાત્રે લગભગ ૨ વાગ્યે સર્જાયો હતો.