અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યોની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે જો સંયુક્ત રાષ્ટ્રને અસરકારક બનાવવું હોય તો સ્થાયી સભ્યોની સંખ્યા વધારવી પડશે.ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નવા સ્થાયી સભ્ય બનવાની રેસમાં ભારત સૌથી આગળ છે. બિડેનના આ નિવેદન બાદ ભારતની કાયમી સભ્ય બનવાની આશા ઘણી વધી ગઈ છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધતા યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું કે રશિયાએ યુક્રેન સાથે ક્રૂર અને બિનજરૂરી યુદ્ધ કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોનું શરમજનક રીતે ઉલ્લંઘન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં તેમના સંબોધન દરમિયાન, બિડેને રશિયન હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે યુક્રેનમાં નાગરિકો પર રશિયાના અત્યાચારના “ધ્રુજારી આપતા અહેવાલો” છે. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુરોપ પર પરમાણુ શસ્ત્રોથી હુમલો કરવાની નવી ધમકી આપે છે . રશિયા પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કરનાર હોવા છતાં બેજવાબદારીપૂર્વક તેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બિડેને કહ્યું, અમે રશિયાના હુમલા સામે એકજુટ થઈને ઊભા રહીશું.