કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.