કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોેગ શાળા, વિદ્યાનગર ખાતે આઇટીઆઇ ભાવનગર આયોજીત કૌશલ દિક્ષાંત સમારોહ (સ્કીલ કોનવોકેશન સેરેમની) ઉજવાઇ ગયો. કાર્યક્રમના મુખ્ય અતિથિ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સફિન હસનએ તાલીમાર્થીઓને હવે પછીના જીવનમાં સફળ થવા માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કિરીટભાઇ સોની, અગ્રગણ્ય ઉદ્યોગ ગૃહ નિરમા લિમિટેડના સિનિયર એચ આર કેતન પંડ્યા, જીલાન ઓટોમેશનના અંજુમ સોયબ ભોરાણીયા, સુમીટોમો કેમિકલના સતીશ મહેતા, એસ.ટી.ના ડિવિઝનલ કંટ્રોલર એમ.ડી. શુક્લ તેમજ ડી.એમ.ઇ. એચ.જી. રાવલ, ડેપો મેનેજર કંદર્પ મહેતા તથા આઇટીઆઇના ભુતપૂર્વ તાલીમાર્થી અને સેન્ટ્રલ ગવર્મેન્ટના સેન્ટ્રલ સોલ્ટ યુનિટના કે.એસ. ઝાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.





