ખેલૈયાઓ આતુરતા પૂર્વક રાહ જાેઈ રહ્યા હતા તે નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, વિશ્વના સૌથી મોટા એટલેકે લાંબા દિવસો સુધી ચાલતા ઉત્સવ એટલે નવરાત્રી. આસો નવરાત્રિમાં રસ ગરબાનું વિશેષ મહત્વ આપણે ત્યાં જાેવા મળે છે. ત્યારે આજથી નવરાત્રીનો પ્રારંભ થતાં જ રોજ રાત્રે રાસોત્સવ નો રંગ જામશે. બે વર્ષ સુધી કોરોના અને તંત્રના નિયંત્રણ બાદ ટ્ઠ વર્ષે નવરાત્રી રાસોત્સવ બરોબરનો ખીલશે. ભાવનગર શહેરમાં આ વખતે ૭૫થી વધુ સ્થળોએ શેરી ગરબામાં પરંરાગત આયોજન થયા છે, ઉપરાંત જ્ઞાતિ, મંડળો, સોસાયટીઓ દ્વારા પણ રાસોત્સવના આયોજન થયા છે. જે પૈકી ઘણા આયોજનો તો પ્રોફેશનલ આયોજનનો ટક્કર આપે તેવા છે!
આ વર્ષે બે વર્ષના કોરોનાના નિયમો હળવા થયા બાદ ખાસ તો અર્વાચીન દાંડિયારાસના ખેલૈયાઓમાં રોજેરોજ રાસોત્સવ માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બે વર્ષના સમયગાળા બાદ આ વર્ષે ભાવનગર શહેરમાં શેરી રાસોત્સવથી લઇને પ્રોફેશનલ દાંડિયારાસ માટે ભારે ઉમંગ જાેવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૭૮ સ્થળોએ શેરી રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવી હોય ઠેર ઠેર ગરબાની રમઝટ બોલશે.
ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા પણ દાંડિયારાસમાં વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આયોજન કરાયું છે. ખાસ તો જ્યાં શેરી ગરબા કે રાસોત્સવ હોય ત્યાં રોડ બ્લોક ન થાય તેનું ખાસ પાલન કરવા આયોજકોને જણાવાયું છે. માઇકનો અવાજ કોઇને નુકશાન પહોંચે તેવી રીતે ન હોવો જાેઇએ. રાત્રે ૧૨ કલાકે દાંડિયારાસનો કાર્યક્રમ પૂર્ણ કરી નાખવો જેવા નિયમોનું પાલન કરવા જણાવાયું છે. નવરાત્રિ મહોત્સવને ઉજવવા ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.
આધુનિક સાઉન્ડ અને સંગીતના અવનવા બેન્ડ સાથે જાણીતા ગાયક કલાકારો ધૂમ મચાવશે. સમગ્ર ગુજરાતમાં જ્યારે નવરાત્રિની રમઝટ આ વર્ષે જામવાની છે ત્યારે ભાવનગરમાં પણ ખેલૈયાઓમાં થનગનાટ જાેવા મળી રહ્યો છે.