તળાજાથી ભાવનગર હાઇવે ઉપર શેત્રુંજી નદીના પૂલ પાસે કાર અને આઇસર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઇજાઓ થતા પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર રીફાર કરવામાં આવ્યા હતા જયારે વધુ એકનુ મોત નિપજતા કૂલ મોતનો આકડો ચાર થયો હતો અકસ્માતમાં મોતને ભેટેલા લોકો મહુવા તાલુકાના નૈપ ગામના હોવાનું જાણવા મળ્યું છે
બનાવ અંગે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા પડ્યા હતા અને 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને મૃતકોને તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી પોલીસ કાફલો દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડાયેલ આગેવાનો અને સેવાભાવીઓ દોડી ગયા હતા.
તસવીર : મથુર ચૌહાણ