નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે અને આવતીકાલે સુરત, ભાવનગર અને અમદાવાદને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું સુરત હવાઈમથકે ભાવભર્યું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી પહોંચ્યાત્યારે સુરત એરપોર્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું.
PM મોદી ગુજરાતને ફરીવાર કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. સુરતમાં આજે 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો PM મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ જ્યારે ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન જ્યારે અમદાવાદીઓને પણ દિવાળી પૂર્વે PM મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપશે.
સુરત શહેર-જિલ્લાને કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ
3400 કરોડથી વધુના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટના 370 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક
જિલ્લામાં 324.66 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનનું ખાતમુહુર્ત
સિવિલ હોસ્પિટલમાં 123.74 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે
108 કરોડના ખર્ચે અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
52 લાખના ખર્ચે ‘ખોજ-વિજ્ઞાન-કળા-નવીનીકરણ મ્યુઝિયમનું લોકાર્પણ
પાણી પુરવઠાના 672 કરોડના કાર્યો અને 890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત
શહેરમાં 50 સ્થળોએ 20.78 કરોડના ખર્ચે ઈલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો
PCS 25 સ્ટેશનોનું ખાતમુહુર્ત અને 25 સ્ટેશનોનું લોકાર્પણ થશે
33 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ચોકબજારના પ્રાચીન કિલ્લાનું લોકાર્પણ
કામરેજના ખોલવડ ખાતે રૂ.12 કરોડના ખર્ચે IIIT નું લોકાર્પણ
(ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ)
70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરી ટર્મિનલનું લોકાર્પણ