વડાપ્રધાન મોદી આજે પહેલા સુરતમાં પહોંચ્યા છે. અહીં આજે પીએમ મોદી સવારે સુરતના કાર્યક્રમમાં હાજર રહીને સુરતવાસીઓને સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ સંબોધનમાં જ, સુરતના જમણના વખાણ કરતા કહ્યુ કે, સુરત આવવું આનંદદાયક છે પરંતુ નવરાત્રીના ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું છે.
તેમણે સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી, તેમણે જણાવ્યુ કે, આપ સૌ સુરતવાસીઓને નવરાત્રીની અનેક અનેક શુભકામનાઓ. સુરત આવવું હંમેશા આનંદદાયક છે પરંતુ નવરાત્રીના ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું થઇ જાય છે. સુરત શહેર લોકોની એકજૂટતા અને જનભાગીદીરી બંનેનું શાનદાર ઉદાહરણ છે. હિન્દુસ્તાનનો કોઇ પ્રદેશ એવો નહીં હોય જ્યાના લોકો સુરતની ધરતી પર રહેતા ન હોય. સુરતની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ શહેર શ્રમનું સન્માન કરતું શહેર છે.
સુરતમાં પીએમ મોદીએ ભાવનગર રો રો ફેરી અંગે પણ વાત કરતા જણાવ્યું કે, પહેલા જ્યાં સુરતથી ભાવનગર પહોંચવામાં કલાકો થઇ જતા હતા. ત્યાં આજે થોડા જ કલાકોમાં રો રો ફેરીમાં ભાવનગર પહોંચી જવાય છે.
સુરત ચાર પીનું ઉદાહરણ
તેમણે વધુમાં જણાવ્યુ કે, આ સદીના શરૂઆતી દસકમાં ત્રણ પી – એટલે કે, પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશીપની ચર્ચા થતી હતી ત્યારે હું કહેતો હતો કે, સુરત ચાર પીનું ઉદાહરણ છે. ચાર પી એટલે પીપલ, પબ્લિક, પ્રાઇવેટ, પાર્ટનરશીપ. આ જ મોડલ સુરતને વિશેષ બનાવે છે. આજે સુરતના લોકોએ આ ચાર પીને સાર્થક કરીને બતાવ્યું છે. મને ખુશી છે કે, આજે દુનિયાના સૌથી સ્પીડી વિકસિત થતા શહેરમાં સુરતનું નામ છે.