રાજસ્થાન કોંગ્રેસમાં શરૂ થયેલા ડ્રામા વચ્ચે આજે દિલ્હીમાં ખુબ હલચલ જોવા મળી છે. આ કડીમાં સચિન પાયલટ અને સોનિયા ગાંધી વચ્ચે 10 જનપથ પર મુલાકાત થઈ છે. સચિન પાયલટે કહ્યુ કે તેમણે હાઈકમાન્ડની સામે પોતાની વાત રાખી ચે. સાથે તે પણ કહ્યું કે તેમનું ફોકસ રાજસ્થાન રહેશે. તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટને ટેકઓફનો સંકેત મળી ચુક્યો છે.
સચિન પાયલટ અને સોનિયા ગાંધીની દસ જનપથ પર મુલાકાત આશરે એક કલાક ચાલી હતી. ત્યારબાદ સચિન પાયલટ બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરી. પરંતુ તેમણે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી, પાયલટે રાજસ્થાન પર ફોકસ કરવાની વાત કહીને એક મોટો સંકેત આપી દીદો છે. સચિન પાયલટે કહ્યુ કે મેં આજે કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત કરી. તેમણે શાંતિપૂર્વક મારી વાત સાંભળી. અમે જયપુરમાં જે પણ થયું તેને લઈને વિસ્તારથી વાત કરી. મેં તેમને મારી ભાવનાઓથી અવગત કરાવી દીધા છે, સાથે મારો ફીડબેક પણ આપી દીધો છે.
સચિન પાયલટે કહ્યુ કે રાજસ્થાનના સંદર્ભમાં નિર્ણય સોનિયા ગાંધી લેશે. તેમણે કહ્યું કે મને તે વાતનો વિશ્વાસ છે કે આગામી 12-13 મહિનામાં અમે અમારી મહેનતથી ફરી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં સફળ થશું. સચિન પાયલટે કહ્યુ કે હાલ અમારૂ ધ્યાન રાજસ્થાનમાં 2023ની ચૂંટણી જીતવા પર છે. તે માટે અમારે એક સાથે મળી આકરી મહેનત કરવાની છે.