નવરાત્રી મહાપર્વની ઉજવણી રાસોત્સવ વગર અધુરી છે ત્યારે ભાવનગર શહેરમાં ઠેર ઠેર નવરાત્રી રાસોત્સવનો રંગ જામ્યો છે, શેરી ગરબામાં પરંપરાગત આયોજનોએ આધુનિકતાના વાઘા સજ્યા છે. સોસાયટીના સભ્યો સાથે મળી શેરીમાં ગરબે રમવાની પરંપરા એકતા અને પરિવારવાદ દર્શાવે છે.
ભાવનગરમાં શેરી ગરબાની પરંપરા વર્ષોથી રહી છે જે પ્રોફેશનલ રાસ ગરબાના ક્રેઝ વચ્ચે યથાવત રહી છે.
ઉપરોક્ત તસવીરોમાં શહેરમાં કુંભારવાડા સર્કલ તથા ભારતી સોસાયટી તેમજ કાળીયાબીડ ખાતે આયોજિત શેરી ગરબાની ઝલક જાેઈ શકાય છે.