વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભાવનગરમાં રોડ શો દરમિયાન બે દાયકાથી શૈક્ષણિક પપેટ્સ બનાવનાર રેખાબેન પિયુષભાઇ વ્યાસ દ્વારા મોદીજીના પપેટ્સ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. મોદીજીએ પણ હાસ્યથી અભિવાદન જીલ્યું હતું. રોડ શોમાં ઉપસ્થિત મેદનીમાં પણ મોદીજીના પપેટ્સે જબરૂ આકર્ષણ જમાવ્યું હતું. લોકોએ પપેટ્સ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.