30 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક કોચિંગ સેન્ટરમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 100થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા. વિરોધમાં, રવિવાર 2 ઓક્ટોબરે, મહિલા વિદ્યાર્થીઓએ પશ્ચિમ હેરાતમાં રેલીઓ કાઢી આ દરમિયાન વિરોધીઓએ ‘નરસંહાર બંધ કરો’ અને ‘શિક્ષણ અમારો અધિકાર છે’ જેવા નારા લગાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન, તાલિબાને તેમને રોકવા માટે જોરદાર હુમલો કર્યો, જેમાં 35 લોકો માર્યા ગયા અને 80 થી વધુ ઘાયલ થયા.
અફઘાનિસ્તાનમાં સરકારના તાલિબાની નિર્ણયો વિરુદ્ધ મહિલાઓ મોટા પાયે પ્રદર્શન કરી રહી છે. વિરોધ કરી રહેલી મહિલાઓ પર તાલિબાન સરકાર હવામાં ગોળીબાર કરતી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. જોકે, પોલીસના ગોળીબાર છતાં મહિલાઓ સ્થળ પરથી હટવાનું નામ લઈ રહી ન હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તાલિબાની સેનાનો કહેર સ્પષ્ટ જોઈ શકાય છે.
વાયરલ વીડિયોમાં એક તાલિબાન સૈનિક મહિલા દેખાવકારો સાથે છેડછાડ કરતી વખતે મહિલાનો બુરખો ઉતારતો જોવા મળે છે. તે જ સમયે, તાલિબાન હેરાત પ્રાંતમાં મહિલાઓની રેલીને વિખેરવા માટે જોરદાર ગોળીબાર કરી રહ્યા છે. ગયા શનિવારે, અફઘાન મહિલાઓએ પણ તાલિબાન સંચાલિત સરકાર પાસેથી વધુ સારી સુરક્ષાની માંગ સાથે વિરોધ કર્યો હતો. જો કે, તાલિબાને બળજબરીથી આ પ્રદર્શનનો અંત લાવ્યો હતો.