આસો નવરાત્રિની ઉજવણીમાં નવ જાગ માટે રાસ ગરબા ઉપરાંત લોકકલાના અંશ ભવાઇ-નાટકો રમવાની ગોહિલવાડની પરંપરા રહી છે અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિ પણ છે. ડી.જે. અને દાંડીયાના યુગમાં ઘણુખરૂ હવે લુપ્ત થતું જાય છે ત્યારે ગોહિલવાડના ગામોમાં હજુ પણ નવરાત્રી ઉત્સવની પ્રાચિન ઢબે ઉજવણી થતી જાેવા મળી રહી છે.
ભાવનગરમાં પણ હજુ કેટલાક મંડળોએ આ પરંપરા જાળવી રાખી છે અને ભવાઇ-નાટક જાેનાર વર્ગ પણ છે. શહેરના આતાભાઇ ચોકમાં નવરાત્રીમાં દરરોજ રાત્રે તબલાના ત્રગડા અને ભુંગળના સુરો સાથે ભવાઇ-નાટકો રજૂ કરી માતાજીની ભક્તિ-આરાધના થઇ રહી છે. રાત્રે મોડે સુધી લોક કલાને માણવા કલારસિકો પણ ઉમટે છે.